જમ્મૂ-કશ્મીરમાં ગુલમર્ગના ખિલંગમર્ગ વિસ્તારમાં બરફના તોફાનના કારણે શિલા ધસી પડવાથી સેનાના દસ જવાનોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં લેફ્ટિનેંટ પુનીત પણ સામેલ છે. સત્તર જવાનોને બચાવી લેવામાં આવ્યાં છે પરંતુ ન્યૂજ ચેનલ એનડીટીવી અનુસાર આશરે 400 જવાન હજુ પણ તોફાનમાં ફસાયેલા છે જ્યારે સ્ટાર ન્યૂજે 80 સેન્યકર્મીઓ ફસાયાં હોવાની માહિતી આપી છે. જો કે, સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર 40 જવાનો જ તોફાનની અડફેટે ફસાયા છે.
મીડિયા રિપોર્ટોં અનુસાર ઉત્તરી કશ્મીરના ખિલંગમર્ગમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે હિમવર્ષા પડી રહી છે. જેની અડફેટે પૂરી સૈન્ય છાવણી આવી ગઈ છે. સૈન્યકર્મીઓ સાથે પોર્ટર પણ તોફાનમાં ફસાઈ ગયાં છે.
રક્ષા સૂત્રોએ પણ સેનાના કેટલાક કર્મીઓના હિમસ્ખલનમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સમાચારોમાં જણાવામાં આવી રહ્યું છે કે, પંચ વર્ષે પહેલા પણ એક આવુ જો તોફાન કાશ્મીર ઘાટીમાં આવ્યું હતું જેમા બસ્સો નાગરિક મૃત્યુ પામ્યાં હતાં.
હાલ સેનાએ ખિલંગમર્ગમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ફસાયેલા જવાનોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો જારી છે.