બહુચર્ચિત રુચિકા ગિરહોત્રા કેસમાં દોષી હરિયાણાના ભૂતપૂર્વ પુલિસ મહાનિદેશક એસ.પી.એસ.રાઠૌર પર જિલ્લા કોર્ટની બહાર આવતી વેળાએ એક અજાણ્યા વ્યક્તિએ ચાકૂથી અચાનક હુમલો કરી દીધો. જેમાં એસ.પી. એસ રાઠોર ઘાયલ થઈ ગયાં છે. હુમલા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યારે હુમલાવર વિષે પુછપરછ જારી છે.
ઉલ્લેખનીય છે કે, એક અજાણ્યા હુમલાવરે ભારે સુરક્ષા વચ્ચે કોર્ટની બહાર નીકળીને પોતાની ગાડી તરફ વધી રહેલા એસ.પી. એસ રાઠોરના ચહેરા પર ચાકૂ વડે ત્રણ વખત હુમલો કર્યો જેનાથી રાઠોડ સહિત તમામ લોકો સ્તબ્ધ રહી ગયાં. હુમલા બાદ એસ.પી.એસ.રાઠોડના કપાડ પર લોહીના નિશાન સાફ દેખાતા હતાં. રાઠોડને સેક્ટર-16 ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યં. ત્યાં તેની હાલત ઠીક જણાવામાં આવે છે.
પ્રાથમિક તપાસમાં હુમલો કરનારા વ્યક્તિનું નામ ઉત્સવ હોવાનું બહાર આવ્યું છે જે અમદાવાદનો રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે, 12 ઓગસ્ટ 1990 ના રોજ રાઠોડે 14 વર્ષીય રૂચિકા સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેના ત્રણ વર્ષ બાદ રૂચિકાએ આત્મહત્યા કરી લીધી હતી.