સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ઉતરપ્રદેશ : અકસ્માતમાં 23 ના મૃત્યુ
Bookmark and Share Feedback Print
 

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌથી આશરે 80 કિલોમીટર દક્ષિણ પશ્વિમ સ્થિત સીતાપુર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ટ્રેક્ટર ટ્રોલી પલ્ટી ખાઈ જતા ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવામાં આવી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારી અમિતાભ યશે વિગત આપતા જણાવ્યું છે કે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. યશે એમ પણ કહ્યું છે કે, આ વાહનમાં કુલ 70 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.

તમામ લોકોને ટ્રેક્ટરમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યાં છે અન્ય વાહનને ઓવરટેક કરવા જતા ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games