ઝારખંડના ગીરીદીહ જિલ્લામાં આજે વહેલી સવારે માઓવાદીઓએ ફરી એક રેલવે ટ્રેકને ફુંકી મારતા ટ્રેન સેવાને માઠી અસર પહોંચી હતી. તેઓના 72 કલાકના બંધના ત્રીજા દિવસે માઓવાદીઓએ હિંસા જારી રાખી હતી. પોલીસ અધિકારી રવિકાંતે જણાવ્યું હતું કે, જિલ્લામાં નિમિયા ઘાટ પોલીસ સ્ટેશન હેઠળના ટ્રેકને માઓવાદીઓએ ફૂંકી મારતા મુશ્કેલરૂપ સ્થિતિ સર્જાઈ હતી.
આ સેક્શન ઉપર ટ્રેનોને અપ અને ડાઉન લાઈન ઉપર રોકી દેવામાં આવી હતી. મોડી રાત્રે કેટલાક વિસ્ફોટોના અવાજ પણ સંભળાયા હતાં. માઓવાદીઓએ રવિવારે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ અને છત્તીસગઢમાં કેન્દ્ર દ્વારા સૂચિત ઓલઆઉટ ઓપરેશન સામેના વિરોધમાં 72 કલાકના બંધની હાકલ કરી હતી.