મહારાષ્ટ્રના પ્રમુખ ખેડૂત નેતા શરદ જોશી રાજ્યસભામાં મહિલા અનામત વિધેયકના વિરોધમાં વોટ નાખનારા એકમાત્ર સભ્ય રહ્યા. તેમણે કહ્યુ કે તેઓ આ વિધેયકના વિરોધી નથી, પરંતુ તેને લાગૂ કરવાની પ્રક્રિયાના વિરોધી છે
જોશીએ વિધેયક પર ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચામાં ભાગ લેતા કહ્યુ કે મહિલા અનામત - હા, હા, હા. પરંતુ આ વિધેયકને રજૂ કરવુ પછી લોટરી દ્વારા તેની પસંદગી કરવી ના, ના, ના.
તેથી વિધેયકને જ્યારે ધ્વનિમતને માટે રજૂ કરવામાં આવ્યુ જોશીએ 'યસ'ને બદલે ધીરેથી 'નો'નો ઉચ્ચાર કર્યો.
મત વિભાજનના સમય વિધેયકના પક્ષમાં 186 વોટ નાખ્યા અને એકમાત્ર જોશીએ તેના વિરુધ્ધ વોટ આપ્યો.