મુંબઈ હુમલાથી જોડાયેલા કેસની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતને ફરિયાદ પક્ષે કહ્યું છે કે, 26 નવેમ્બરના હુમલામાં પાકિસ્તાની સેના શામેલ હતી અને એક સેવારત મેજર જનરલે સીમાપાર લશ્કર-એ-તૈયબાની શિબિરમાં હુમલામાં ભાગ લેનારા આતંકવાદીઓની તાલીમની દેખરેખ રાખી હતી.
કેસમાં પોતાની અંતીમ દલીલની શરૂઆત કરતા વિશેષ લોક ફરિયાદી ઉજ્જવલ નિકમે કહ્યું કે, કસાબ અને અન્ય મૃત્યુ પામેલા નવ આતંકવાદીઓને લશ્કર-એ-તૈયબાના સૈન્ય અને ખાનગી પ્રશિક્ષણ આપ્યું જેની દેખરેખ પાકિસ્તાની સેનાના કેટલાક અધિકારીઓએ કરી. તેમણે કહ્યું '26 નવેમ્બરના હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું અને એ વાતનો નિષ્કર્ષ નિશ્વિત રીતે કાઢવામાં આવી શકે છે કે, હુમલો રાજ્ય પ્રાયોજિત હતો.
નિકમે કહ્યું કસાબે પોતાની જુબાનીમાં કહ્યું છે કે, પ્રશિક્ષણ દરમિયાન એક મેજર જનરલ ઉપસ્થિત હતો અને તેણે શિબિરની દેખરેખ રાખી. એ મેજર જનરલના નામનો જાણી જોઈને હુમલાવરો સમક્ષ ખુલાસો કરવામાં ન આવ્યો કારણ કે, તે સેનામાં ઉચ્ચ પદ પર હતો.