સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » 2030 સુધી ભારતમાં સૌથી વધુ શિક્ષિત લોકો હશે
Bookmark and Share Feedback Print
 

સરકારે દેશના દુર્ગમ વિસ્તારો સુધી શિક્ષા પહોંચાડવામાં પ્રોધૌગિકીના ઉપયોગ પર જોર આપ્યો છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે કહ્યુ કે ભારતમાં 2030 સુધી સૌથી વધુ શિક્ષિત લોકો હશે.

તેમણે કહ્યુ કે સરકાર સૂચના પ્રૌધોગિકીના ઉપયોગ પર જોર આપી રહી છે અને ગ્રામીણ અને ભૌગોલિક રૂપે દુર્ગમ વિસ્તારો સુધી શિક્ષા પહોંચાડવા માટે પ્રોધૌગિકી વધારી રહી છે. તેમણે કહ્યુ કે 21મી સદીમાં શિક્ષાના ક્ષેત્રમાં પ્રૌધોગિકી એક મોટી ભૂમિકા ભજવવા જઈ રહી છે.

આ વાત તેમણે એચપી અને સીએનબીસી ટીવી 18 દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કહી. તેમણે કહ્યુ કે સરકાર સતત શિક્ષામાં સુધારના ઘણા પગલા ઉઠાવી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games