સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અયોધ્યામાં મસ્જિદ બનાવાનું ષડયંત્ર
Bookmark and Share Feedback Print
 

ભાજપા અધ્યક્ષ વિનય કટિયારે કહ્યું છે કે, સપા-બસપા અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર મસ્જિદ બનાવાનું ષડયંત્ર રચી રહી છે જેને સફળ થવા દેવામાં નહીં આવે.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત નગરથી નિકળેલા વિનય કટિયારનું જાજમઉ ગંગાપુલ પર પાર્ટી નેતાઓએ સ્વાગત કર્યું. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, રામ જન્મ સ્થળ પર મંદિર જ બનશે, અન્ય કંઈ પણ સ્વીકાર કરવામાં નહીં આવે. જે પ્રકારે અગાઉ કાનપુરમાં મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. તેવું આંદોલન નવેસરથી કરવા પર વિચાર કરવામાં આવશે. જેના માટે તે પ્રદેશનો વ્યાપક પ્રવાસ કરશે અને રામનવમી પર અયોધ્યામાં આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

મોંઘવારી પર તેમણે કહ્યું કે, ભાજપ પૂરા દેશમાં અભિયાન ચલાવી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games