ભારતીય નૌકાદળે રવિવારે ઓરિસ્સાના કિનારે પર બંગાળની ખાડીમાં એક વિશાળ જહાજથી સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલના vertical-launch versionનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું.
બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ એ સિવાથાનુ પિલ્લઇએ જણાવ્યુ કે, "ભારતીય નૌકાદળના જહાજ રણવીરથી આ મિસાઇલનું રવિવારે સાડા અગિયાર વાગે પરિક્ષણ કરાયું હતું અને તેણે તેના લક્ષ્યને સફળતાપૂર્વક ભેદી કાઢ્યુ છે. આ એક સટિક નિશાન અને એક સંપૂર્ણ મિશન રહ્યુ હતું."
એમણે નવી દિલ્હીમાં જણાવ્યું કે, "આજે પરિક્ષણ બાદ ભારત દુનિયામાં એક માત્ર એવો દેશ બની ગયો છે જેના લશ્કરી દળમાં અલગ પ્રકારની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ શામેલ છે