સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મરજીથી યૌન સંબંધ પણ દુષ્કર્મ
Bookmark and Share Feedback Print
 

ડરાવી-ધમકાવી મરજીથી પણ કરાયેલો યૌન સંબંધ દુષ્કર્મ જ માનવામાં આવશે.

હાઈકોર્ટે કહ્યુ છે કે પીડિતા ભયને કારને પણ યૌન સંબંધ બનવવા માટે રાજી થઈ શકે છે અને આવી સ્થિતિમાં પણ આને દુષ્કર્મ જ ગણાશે. કોઈ વ્યક્તિએ બળાત્કાર દંડથી બચવા માટે મરજીથી સંબંધ બનાવવાની દલીલ ન કરવી જોઈએ.

જસ્ટિસ પી સતશિવમ અને બીએસ ચૌહાણની કોર્ટે દુષ્કર્મના દોષી સતપાલની અપીલ રદ્દ કરતા કહ્યુ કે આવુ ઘણુ ઓછુ બને છે કે પીડિત કે તેનો પરિવાર કોઈ વ્યક્તિને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દે, કારણ કે આનાથી તેની પણ બદનામી થઈ શકે છે. કોર્ટે દોષીની આ દલીલ પણ રદ્દ કરી દીધી કે કેસની ફરિયાદ ઘટનાના ચાર મહિના પછી નોંધાઈ હતી.

પીઠે પોતાના નિર્ણયમાં કહ્યુ કે કોઈ સ્ત્રીએ મંજૂરી આપી છે, તેવુ ત્યારે કહી શકાય છે, જ્યારે તે પોતાની જાતને સમર્પિત કરવા મુક્ત રૂપે તૈયાર થઈ હોય. અનિવાર્ય બાધાઓ હેઠળ મજબૂર થઈને ઉઠાવેલ પગલુ કાયદાની રીતે મંજૂરી નથી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games