લોકસભામાં બુધવારે ભાજપા સાંસદ મેનકા ગાંઘી અને રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ વચ્ચે પશુઓના કલ્યાણના મુદ્દાને લઈને થોડી બોલચાલ થઈ.
સદનમાં પ્રશ્નોત્તર કાળ દરમિયાન જ્યારે લાલૂએ બિહારમાં આયોજીત થનારી સોનપુર પશુ વેપાર મેળાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ દુનિયાનો સૌથી મોટો પશુ મેળો હોય છે તો મેનકા ગાંઘીએ થોડી નારાજગીથી કહ્યુ કે સૌથી મોટો ગેરકાયદેસર મેળો છે.
સ્પીકરે આ દરમિયાન કહ્યુ કે લાલૂજી સવાલ જલ્દી પૂછો, નહી તો મંત્રી મહોદય જવાબ નહી આપે. તો જેના પર લાલૂએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે જવાબ તો મેનકાજીએ આપી દીધો છે.
ત્યાર બાદ પણ મેનકા કંઈ ટિપ્પણી કરતી ન જોવા મળી. બંને બાજુના સભ્યો તેમની આ વાતચીતથી મંદ મંદ હસી રહ્યા હતા.