ભાજપાએ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે માંગણી કરી કે તેઓ એ વાતનુ સ્પષ્ટીકરણ આપે કે કાશ્મીરને વધુ કેટલી સ્વાયત્તા આપવાનો તેમનો આશય છે, અને તેનો અર્થ રાજ્યને દેશથી અલગ કરવાનો હોય તો પાર્ટીને આ સ્વીકાર્ય નથી.
પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યુ કે પ્રધાનમંત્રીને આ વાતનુ સ્પષ્ટીકરણ આપવુ પડશે કે કાશ્મીરને વધુ સ્વતંત્રતા આપવાના તેમના નિવેદનનો મતલબ શુ છે. જો સ્વાયત્તાનો અર્થ ભારતમાં કાશ્મીરને એકીકરણની પ્રક્રિયાને ઉલટાવવુ છે તો આ અમારે માટે અસ્વીકાર્ય રહેશે.
તેમણે કહ્યુ કે તેમની પાર્ટી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370ના વિરુધ્ધ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર પર વિચારતી વખતે જમ્મુ અને લદ્દાખના લોકોની ભાવનાનો પણ વિચાર કરવો પડશે.
પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા એમ. વૈકૈયા નાયડુએ કહ્યુ કે પ્રધાનમંત્રીના મનમાં શુ છે, તેની અમને જાણ હોવી જોઈએ. દેશની અંદર સ્વાયત્તા નથી થઈ શકતી. પરંતુ રાજ્યને વધુ શક્તિ આપી શકાય છે.
તેમણે કહ્યુ કે કાશ્મીરને લઈને પ્રધાનમંત્રીના મનમાં જે પણ છે તેના વિશે દેશને જાણ કરવી જોઈએ.
નાયડૂએ આ સાથે જ કહ્યુ કે ભાજપા દેશના સંવૈધાનિક હદની અંદર અને દેશની અખંડતા સાથે સમજૂતી કર્યા વગર કોઈ પણ પ્રસ્તાવ પર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ એવુ કશુ જ નહી કરવુ જોઈએ જેનાથી જમ્મુ-કાશ્મીરની દેશ સાથે એકીકરણની પ્રક્રિયા પ્રભાવિત થાય.