ભાજપાએ ગુરૂવારે રાષ્ટ્રમંડળ રમત આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીના રાજીનામાની માંગ કરી અને કહ્યુ કે રમત આયોજન સંગઠનનુ નિયંત્રણ સરકારે પોતાના હાથમાં લઈ લેવુ જોઈએ.
ભાજપાના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે બહુ થઈ ગયુ. હવે કલમાડીએ પોતાનુ રાજીનામુ આપી જ દેવુ જોઈએ. સરકારે રમત સંગઠનનુ નિયંત્રન પોતાના હાથમા લઈ લેવુ જોઈએ.
કોંગ્રેસને પગલા લેવાનો આગ્રહ કરતા ભાજપાએ કહ્યુ કે સ્પષ્ટ એ છે કે અનિયમિતતાઓ બધી રીતે જાહેર છે.
માકતા નેતા સીતારામ સેંચુરીએ પણ કલમાડીને રાજીનામુ આપવાને માંગ કરી અને કહ્યુ કે જો તેઓ તેમનુ પદ નહી છોડે તો સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસનો ઉદ્દેશ્ય મેળવી નથી શકાતો.