મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ રાષ્ટ્રમંડળ રમતોના આયોજનમાં કથિત ભ્રષ્ટાચારને માતે તેમની આયોજન સમિતિના પ્રમુખ સુરેશ કલમાડી વિરુધ્ધ કરડક પગલા લેવાની માગણી કરી છે.
રાજે પત્રકારોને કહ્યુ કલમાડી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ નહી તો આવી વાતોને પ્રોત્સાહન મળશે .
આ પહેલા રાજના ચાચા અને શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ કલમાડીને વિરુદ્ધ ટિપ્પણી કરતા આરોપ લગાવ્યો હતો કે તેમણે રમતને બરબાદ કરી નાખી છે.
રાજે તેજસ્વિની સાવંતને શુભેચ્છા પાઠવ્યા પછી મીડિયા સાથે વાતચીતમાં આ વાત કરી. રાજે જર્મનીના મ્યુનિખમાં નિશાનેબાજેની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીતનારી સાવંતને આ ઉપલબ્ધિ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર અભિનંદન આપ્યા અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.