છત્તીસગઢના કાંકેર જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન 100થી વધુ સશસ્ત્ર નક્સલીઓના હુમલામાં રવિવારે સવારે બીએસએફના ત્રણ કર્મચારીઓ સહિત પાંચ યુવાન માર્યા ગયા અને એક ઘાયલ થઈ ગયો.
પોલીસ અધિકારી રામનિવાસે કહ્યુ કે ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ નક્સલીઓના પણ માર્યા જવાની શક્યતા છે.
રામનિવાસે કહ્યુ કે સેમા સુરક્ષ બળના અધિકારી અને જવાન જિલ્લા પોલીસ અને એસપીઓ સહિત 77 જવાનો જંગલમાં એરિયા ડોમિનેશન અભ્યાસ માટે ગયા હતા.
તેમણે કહ્યુ કે સુરક્ષા બળે જવાન જેવા જ ભુસ્કી ગામની પાસે જંગલની નજીક પહોંચેલ નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા બળના પાંચ જવાન માર્યા ગયા. સુરક્ષાબળોએ જવાબી ગોળીબારમાં નક્સલીઓને નાસી જવા માટે મજબૂર કરી દીધા.
તેમણે કહ્યુ કે પોલીસે જે ક્ષેત્રની તપાસ લીધી હતી ત્યા લોહી પડ્યુ હતુ, જેનાથી લાગે છે કે મોટી સંખ્યામાં નક્સલી ઘાયલ થયા છે. એક વિશેષ પોલીસ અધિકરીના પગમાં ગોળી વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાંકેરના પોલીસ અધિક્ષક અજય યાદવે કહ્યુ કે પાંચ સુરક્ષા કર્મચારીઓની હત્યા પછી નક્સલીઓ તેમના હથિયાર પણ પોતાની સાથે લઈ ગયા. તેમણે કહ્યુ કે ઘટના પછી વધુ પોલીસદળને ઘટનાસ્થળ પર ગોઠવવામાં આવ્યા છે.