ફિલ્મ 'દબંગ'ના એક આઈટમ ગીતમાં 'હિન્દુસ્તાની' શબ્દને અપમાનજનક રીતે ઉપયોગ કરવાના આરોપમાં સત્ર ન્યાયાલયે સોમવારે ફિલ્મના નિર્માતા અરબાઝ ખાન અને નિર્દેશક અભિનવ કશ્યપને નોટિસ આપી છે.
નગરના એક બિન સરકારી સંગઠને ફિલ્મની રજૂઆત પર રોક લગાવવા માટે ગયા અઠવાડિયે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ફિલ્મમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાએ અભિનય કર્યો છે.
બિન સરકારી સંગઠને 'આપત્તિજનક' શબ્દને હટાવાઅ અને ફિલ્મને આપેલ સેંસરશિપ સર્ટિફિકેટને રદ્દ કરવાની માંગ કરી હતી. આ ફિલ્મ 10 સપ્ટેમ્બરના રોજ રજૂ થઈ રહી છે.