સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » તો જવાનોની હત્યા કરી દેશે માઓવાદી
Bookmark and Share Feedback Print
 

માઓવાદીઓએ બિહાર સરકારને ચેતાવણી આપતા કહ્યુ છે કે સરકાર જેલમાં બંધ તેમના આઠ સહયોગીઓને નહી છોડે તો માઓવાદી એ ચારેય પોલીસ કર્મચારીઓને મારી નાખશે, જેમનુ તેઓએ લખીસરાયમાંથી અપહરણ કર્યુ હતુ.

જિલ્લામાં રવિવારે થયેલ મુઠભેડમાં સાત પોલીસ કર્મચારીઓને મારવા અને ચારનુ અપહરણ કરવાની જવાબદારી લેતા ભાકપા(માઓવાદી)ના સ્વયંભૂ પ્રવક્તા અવિનાશે આજે સવારે મુંગેરમાં જણાવ્યુ કે તેમને પોતાની માંગના વિશે મુખ્યમંત્રી નીતિશ કુમારના અધિકારિક નિવાસને પણ જણાવી દીધુ છે.

અવિનાશે કહ્યુ કે અમારા આઠ કમાંડર બિહારની જેલોમાં કેદ છે. તેમને છોડવા જોઈએ, નહી તો અમે ચારેય પોલીસ કર્મચારીઓ, બે સબ ઈંસેપક્ટરો અને બે બિહાર સેના પોલીસના જવાનોની હત્યા કરવા માટે મજબૂર થઈ જઈશુ.

તેમણે કહ્યુ કે અમે સરકારને કહ્યુ છે કે તેઓ આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધી અમારા સાથીઓ, જેમા જય પાસવાન, વિજય ચૌરસિયા, પ્રેમ ભુઈયા અને પ્રમોદ બરનવાલને છોડી દે.

અવિનાશે દાવો કર્યો કે તેમણે મુઠભેડમાં ઘવાયેલા કેટલાક બીએમપીના જવાનોને પ્રાથમિક સારવાર પણ આપી છે અને તેમને સ્થાનીક હોસ્પિટલોમાં ખસેડાયા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: માઓવાદી, સરકાર
Photogallery | Games