સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ચિંદબરમ વિરુદ્ધ કેસ નોંધાયો
Bookmark and Share Feedback Print
 

N.D
'ભગવા આતંકવાદ'ના ઉપયોગ પર ચિદંબરમ વિરુદ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના પાટન ગામમાં એક સંતે કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિંદમ્બરમના વિરુદ્ધ તેમના 'ભગવા આતંકવા દ' પર ટિપ્પણી માટે સોમવારે એક કેસ નોંધાવ્યો છે.

મુદ્દામાં ચિંદબરમ વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે.

ઉત્તરી ગુજરાતના રાઘનપુરના સ્વામી નિજાનંદે ભારતીય દંડ સંહિતાની ધારા 499 અને 500ના હેઠળ કોર્ટમાં અહી એક અરજી દાખલ કરી. અરજીમાં કહેવાયુ છે કે ભગવા રંગ સામાન્ય રીતે સંતો સાથે જોડાયેલો જે ધર્મના એક સિદ્ધાંતના રૂપમાં અહિંસાના મૂલ્યોને સાચવે છે.

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે આ રંગને હિંસા અને આતંકવાદ સાથે જોડવુ, હિંદૂ ધર્મના બધા સંતોનુ અપમાન છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભગવા આતંકવાદ પર ચિંદબરમ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી હિંદૂ ધર્મ અને હિંદૂ સંતોનુ અપમાન છે.

કેસની સુનાવણી માટે છ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games