સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » પાકને અઢી કરોડની મદદ કરશે ભારત
Bookmark and Share Feedback Print
 

N.D
સરકારે પાકિસ્તાનમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત માટે પૂર્વમાં જાહેર 50 લાખ અમેરિકી ડોલરની મદદને વધારીને અઢી કરોડ ડોલર કરવાની જાહેરાત કરી.

વિદેશ મંત્રી એસએમ. કૃષ્ણાએ લોકસભામાં એક નિવેદનમાં કહ્યુ કે પ્રાકૃતિક વિપદાને કારણે થયેલ નુકશાન અને પાકિસ્તાનના લોકોની તાત્કાલિક જરૂરિયાતોના સંબંધમાં વધુ આકલન સામે આવ્યુ છે, તેથી ભારત સરકારે પૂર્વમાં જાહેર 50 લાખ અમેરિકી ડોલરની મદદને વધારીને અઢી કરોડ ડોલર કરવાનો નિર્ણય કર્યો છે.

વિદેશ મંત્રીએ કહ્યુ કે બે કરોડ અમેરિકી ડોલરની રકમનુ અંશદાન, માનવીય બાબતોના સમન્વય સાથે સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પાકિસ્તાન પ્રારંભિક પૂર તાત્કાલિક યોજના માટે કરવામાં આવશે. બાકી પચાસ લાખ અમેરિકી ડોલરની રકમનુ યોગદાન પાકિસ્તાનમાં રાહત પ્રયાસોના હેઠળ વિશ્વ ખાદ્ય કાર્યક્રમને માટે કરવામાં આવશે.

કૃષ્ણાએ કહ્યુ કે પાકિસ્તાન પૂરથી ગંભીર રૂપે પ્રભાવિત થયુ છે જેનાથી જાનમાલને ભારે નુકશાન પહોંચ્યુ છે. આ 80 વર્ષ પછી આવેલ સૌથી ભયંકર પૂર કહેવાય રહ્યુ છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games