અમર સિંહે કહ્યુ કે અમિતાભ મહારાષ્ટ્ર કરતા વધુ નથી. અમિતાભ માટે અમર સિંહ તરફથી આવા શબ્દો વાપરવાની કદાચ લોકોને આ જન્મમાં તો આશા નહી હોય , પરંતુ રાજકારણની માયા એવી છે જ્યા દોસ્તી અને દુશ્મની થતા વાર નથી લાગતી
લોકમંચના અધ્યક્ષ અમર સિંહ હવે મોટાભાઈ અમિતાભ બચ્ચનની સાથે નથી. મેટ્રો પર અમિતાભના વાંધા પર અમર સિંહે કહ્યુ કે અમિતાભને તેમની પ્રાઈવેસીના ગીત ગાવાની પૂરી આઝાદી છે, પરંતુ તેઓ મહારાષ્ટ્ર કરતા મોટા નથી.
અમર સિંહે અમિતાભની સાથે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર પણ નિશાન સાધ્યુ. પરંતુ તેમણે ચોખવટ કરી કે જનહિતમાં થઈ રહેલ કામ કોઈ એક માણસની મુશ્કેલી કરતા કેટલાય ઘણું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બિગ બી અમિતાભે પોતાના બ્લોગ પર મુંબઈ મેટ્રોને લઈને વાંધો ઉઠાવ્યો છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યુ છે કે મેટ્રો તેમના ઘર 'પ્રતીક્ષા'ના ઉપરથી જશે, જેને કારણે તેમની પ્રાઈવેસીના દિવસો પૂરા થવા આવ્યા છે.
તેમણે લખ્યુ કે મુંબઈમાં મેટ્રોની લાઈન બિછાવાઈ રહી છે, થોડી જમીનની નીચે તો થોડી ઉપરથી. સામાન્ય લોકો ખુશ છે. ગીર્દીવાળી લોકલ ટ્રેન અને ઓટો ટેક્સીના ચક્કરથી મુક્તિ મળશે, પરંતુ તકલીફ અહીં છે.
બિગ બી એ લખ્યુ છે કે આ મેટ્રો 'પ્રતિક્ષા'ના ઉપરથી જશે. કેટલાક ઓફિસરો જોવા આવ્યા હતા કે જે મકાનોની પાસેથી આ ગુજરશે તેમની હાલત કેવી છે. આ લોકો 'પ્રતીક્ષા'માં પણ આવ્યા હતા, તેથી પ્રાઈવેસીને અલવિદા અને સાથી મુસાફરોને નમસ્કાર.