સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » શુક્રાણુ વેચવા વિદેશ જઈ રહ્યા છે ભારતીયો
Bookmark and Share Feedback Print
 

N.D
ધન અને હરવા-ફરવાની ચાહતમાં ભારતના છોકરાઓ શુક્રાણુ અને છોકરીઓ અંડાણુ વેચવા માટે વિદેશ તરફ જઈ રહ્યા છે. સારી ગુણવત્તાવાળા શુક્રાણુ અને અંડાણુઓની વિદેશમાં સારી કિમંત મળી રહી છે. ભૂરી આંખોવાળી છોકરીઓના અંડાણુઓની કિમંત સૌથી વધુ છે.

બીજી બાજુ ઉચ્ચ વર્ણ, ગોરો રંગ અને લંબાઈવાળા છોકરાઓના શુક્રાણુઓનુ બજાર ઝડપથી જોર પકડી રહ્યુ છે. આમ તો દેશના મહાનગરોમાં પણ આનુ ચલણ જોર પકડી રહ્યુ છે, પરંતુ ફર્ટિલિટી ટૂરિઝ્મ દ્વારા વિદેશમાં મફત હરવા ફરવા અને રહેવાનુ બોનસ પેકેજ યુવાઓને વધુ લોભાવી રહ્યા છે.

દિલ્લી-એનસીઆરના ઘણા પ્રજનન કેદ્રોના નામ ન છુપાવવાની શરત પર જણાવ્યુ કે તેમની ત્યાં દિલ્લી વિશ્વવિદ્યાલયની ઘણી છોકરીઓ પોતાના ઈંડાનુ દાન કરવા આવે છે અને બદલામાં તેમને સારી એવી રકમ મળી જાય છે.

બ્રિટન જેવા દેશોમાં ભારતીય યુવાઓના શુક્રાણુ અને અંડાણુ આપવાના બદલામાં 30 હજાર ડોલર સુધી મળી જાય છે. આમ તો બ્રિટનમાં શુક્રાણુ અને અંડાણુ દાન કરનારા લોકોને હવે 800 પોંડ આપવાનુ પ્રાવધાન કરવામાં આવ્યુ છે. પરંતુ બ્રિટિશ દંપતીઓમાં ભારતીય નસ્લના વધતા ક્રેજને જોતા તેમની કિમંત આનાથી કેટલાય ઘણી વધુ છે.

બ્રિટન જેવા દેશમાં મહિલાઓમાં વાંઝિયાપણુ અને પુરૂષોમાં નપુંસકતા દર વધુ હોવાને કારણે તેના અંડાણુ અને શુક્રાણુ ઈનવિટ્રો ફર્ટીલિટી તકનીક(આઈબીએફ)ને માટે યોગ્ય નથી. જો કે ભારત એક સમશીતોષ્ણ દેશ છે તેથી અહીના યુવા પ્રજનન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games