બોલીવુડ હીરોઈન સુષ્મિતા સેન પોતાના લગ્ન વિશે પૂછાનારા પ્રશ્નના જવાબ આપતા આપતા થાકી ગઈ છે, પરંતુ આ પહેલા મિસ યૂનીવર્સે કહ્યુ કે એક દિવસ તે સાત ફેરા જરૂર લેશે.
લોકો આ સાંભળીને હેરાનમાં છે કે સુષ્મિતાએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરથી અંતર બનાવી લીધુ છે, પરંતુ તેમને આ અટકળોનો જવાબ આપવાથી ઈંકાર કરી દીધો.
સુષ્મિતા સેને આ મુદ્દા પર કહ્યુ કે - 'આ એકદમ હાસ્યાસ્પદ છે અને હુ આ વિશે વાત કરવા નથી માંગતી.
જો કે દત્તક લીધેલ બે બાળકીઓનુ લાલન પાલન કરી રહેલ આ અભિનેત્રીએ કહ્યુ કે તે ભવિષ્યમાં લગ્ન જરૂર કરશે.
એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્લી આવેલ આ બોલીવુડ સુંદરીએ કહ્યુ કે હુ ચોક્કસ લગ્ન કરીશ. હું આ પ્રશ્નોના જવાબ આપતા-આપતા થાકી ગઈ છુ, કે મારા સ્વપ્નનો રાજકુમાર કેવો હશે. જ્યારે મને યોગ્ય વ્યક્તિ મળી જશે ત્યારે હું બધાને જણાવીશ.