બોલીવુડમાં પોતાના અભિનયથી સૌનુ દિલ જીતનારી કોંકણા સેન શર્મા 3 સપ્ટેમ્બરના રોજ રણવીર શોરી સાથે લગ્ન કરવા જઈ રહી છે. ગોરેગાવમાં થનાર આ લગ્નમાં ખૂબ નિકટના લોકો જ જોડાશે. અત્યાર સુધી ફિલ્મ ઈંડસ્ટ્રીના કોઈપણ જાણીતાને ત્યાં આ લગ્નનુ આમંત્રણ પહોંચ્યુ નથી.
લગ્ન માટે કોંકણા કલકત્તાથી મુંબઈ પહોંચી ગઈ છે અને લગ્નની બધી તૈયારીઓ પણ પુરી થઈ ચૂકી છે. કોંકણા અને રણવીરની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથે મૈત્રી ચાલી રહી હતી અને હવે આ દોસ્તી લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહી છે.
ફિલ્મ નિર્દેશિકા અપર્ણા સેન શર્માની પુત્રી કોંકણા પોતાના અભિનયની છાપ ઘણી ફિલ્મોમાં છોઈ ચુકી છે. 'મિસ્ટર એંડ મિસેસ ઐયર' તે રાહુલ બોસ સાથે આવી હતી. બોક્સ ઓફિસ પર ભલે આ ફિલ્મ વધુ ન ચાલી હોય પરંતુ આ ફિલ્મના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
અપર્ણા સેન રણવીરના નજીકના લોકોનુ કહેવુ છે કે અત્યાર સુધી આ દિવસોમાં પોતાની પર્સનલ જીંદગીને ક્યારેક સાર્વજનિક નથી કરી. બધા એ માનતા હતા કે બંને ખૂબ સારા મિત્રો છે, પરંતુ અચાનક લગ્ન કરવાનો નિર્ણય લઈ લેશે, એ ક્યારે વિચાર્યુ નહોતુ. આ બંને વિશે કોઈ સમાચાર ક્યારેય મીડિયા સુધી નથી પહોંચ્યા.
એકવાર વેબદુનિયાએ કોંકણાને રણવીર સાથે ચાલી રહેલ રોમાંસને લઈને પ્રશ્ન પણ કર્યો હતો, પરંતુ કોંકણાએ એવુ કહીને ટાળી દીધુ હતુ કે અમે અમારી પર્સનલ જીંદગીને લઈને ઉઠેલા પ્રશ્નો વિશે વાત નથી કરતા.
જો કે, કોંકણાએ સાથે સાથે રણવીર શૌરી પણ હવે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાના પગ જમાવી ચૂક્યા છે. તેનો અભિનય પણ વખાણવા લાયક છે. કોંકણા સેન શર્માની ચર્ચિત ફિલ્મો મિસ્ટર એંડ મિસેસ ઐયર, પેજ થ્રી, લાગા ચુનરીમે દાગ, વેક અપ સીડ, અતિથિ તુમ કબ જાઓગે.