સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મેટ્રો ટ્રેનમાંથી બિગ બી નુ ઘર નહી દેખાય
Bookmark and Share Feedback Print
 

IFM
મેટ્રો ટ્રેનને કારણે પોતાની એકાંતને ભંગ થવા પર અમિતાભ બચ્ચનની ચિંતા પછી મુંબઈમાં મેટ્રો પરિયોજનાને મૂર્ત રૂપ આપી રહેલ કંપનીએ કહ્યુ કે આ મેટ્રોના માર્ગમાં કિનારા પર દ્દ્રશ્ય અવરોધક લગાવશે જેનાથી મુસાફર આજૂબાજુની ઈમારતોમા જોઈ નહી શકે.

મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ વરસોવા-અંધેરી-ઘાટકોપર લાઈનનુ નિર્માણ કરી રહી છે જે જુહૂ સ્થિત અમિતાભનુ ઘર 'પ્રતિક્ષા' પાસેથી પસાર થાય છે.

એ પૂછવા પર કે શુ અમિતાભ બચ્ચનની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે,એમએમઓપીએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આ પ્રકારના દ્રશ્ય અવરોધક લગાવવા મૂળ યોજનાનો જ એક ભાગ છે.

તેમણે જણાવ્યુ કે અમિતાભ બચ્ચન માટે અમારી યોજનાઓમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેમણે કહ્યુ કે આ માટે સુરક્ષા એજંસીઓ પાસેથી મંજૂરી લેવી પડશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games