ટીવી પર કૌન બનેગા કરોડપતિ શો રજૂ કરી નાના પડદાના સ્વરૂપને સંપૂર્ણ રીતે બદલી ચુકેલ અમિતાભ બચ્ચન માને છે કે ટીવીએ માનવ સ્વભાવમાં ઘણુ પરિવર્તન કર્યુ છે.
બોલીવુડના મહાનાયકે ટ્વિટર પર લખ્યુ છે કે નાના પડદાંએ સાબિત કરી દીધુ છે કે લોકો એકબીજાને જોવાને બદલે કંઈ પણ જોશે. તેમને આગળ લખ્યુ છે કે ટીવીએ માનવ સ્વભાવને એક પ્રબળ શક્તિ સાથે સ્થિર તાકતમાં બદલી નાખી છે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા બિગ બીએ જ્યારે ટીવી પર કોન બનેગા કરોડપતિ શો રજૂ કર્યો હતો ત્યારે સ્ટાર પ્લસની રેટિંગ સૌથી આગળ નીકળી ગઈ હતી. આ શો ખૂબ જ લોકપ્રિય થયો હતો.
આ શોનુ પહેલુ, બીજુ સંસ્કરણ અમિતાભે ત્રીજુ સંસ્કરણ શાહરૂખ ખાને રજૂ કર્યુ હતુ અને હવે બિગ બી આનુ ચોથુ સંસ્કરણ રજૂ કરવાના છે.