સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » એસએમ કૃષ્ણાની ચીનને સલાહ
Bookmark and Share Feedback Print
 

N.D
ભારતીય ભાગવાળા કાશ્મીર વિશે ચીનની ટિપ્પણી પર ઉંડી ચિંતા વ્યક્ત કરતા વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ શુક્રવારે બીજીંગને કહ્યુ કે તે જમ્મુ-કાશ્મીર પર ભારતને સંવેદનશીલતાનુ સન્માન કરે, જે તેમના દેશનુ અભિન્ન અંગ છે.

ચીન દ્વારા જમ્મુ-કાશ્મીરને 'ભારત નિયંત્રિત કાશ્મીર' અને ગિલગિત-બાલ્ટિસ્તાનને 'પાકિસ્તાનનો ઉત્તરી ભાગ'બતાવવા સંબંધી આપત્તિજનક ટિપ્પણીના એક દિવસ પછી કૃષ્ણાએ કહ્યુ કે મને આશા છે કે ચીનની સરકાર જમ્મુ-કાશ્મીર પર અમારી સંવેદનાઓનુ સન્માન કરશે.

વિદેશ મંત્રીએ કહ્યુ કે જમ્મુ-કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે, આ મુદ્દા પર ચીનના પ્રવક્તા દ્વારા ટિપ્પણીઓ પર અમે ઉંડી ચિંતા બતાવી છે. પહેલા કૃષ્ણાએ વર્ષ 2008માં આતંકી હુમલાનો નિશાન બનેલ તાજ હોટલની મુલાકાત લીધી.

તાજ હોટલને ફક્ત મુંબઈ નહી પરંતુ સમગ્ર દેશનુ ઐતિહાસિક સ્થાન બતાવતા કહ્યુ કે 26/11 હુમલામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સન્માન રજૂ કરવા માટે આપણે અહીં આવ્યા છીએ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: એસએમ કૃષ્ણા
Photogallery | Games