તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની નાની પુત્રી સૌદર્યાના શુક્રવારે શહેરના વ્યવસાયી અશ્વિનની સાથે લગ્ન થઈ ગયા. રજનીકાંતે પોતાના પ્રશંસકોને કહ્યુ કે તેઓ બધાને આ લગ્નમાં બોલાવવા માંગતા હતા, પરંતુ સ્થાનની કમી હોવાને કારણે અને અન્ય કારણોસર તેઓ આવુ ન કરી શક્યા. તેથી ભારે દિલથી મેં તમને બધાને ન બોલાવવાનો નિર્ણય કર્યો, પરંતુ હુ તમને બધાને અનુરોધ કરુ છુ કે તમે નવ વિવાહિત દંપતિને પોતાના આશીર્વાદ આપો.
સવારે શરૂ થયેલ વિવાહના રિવાજોને પ્રત્યક્ષ જોવા મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિંદબરમ, તેલૂગુ સ્ટાર ચિરંજીવી, કમલ હસન, શ્રીદેવી અને તેમના પતિ બોનીકપૂર, અભિનેતા સૂર્યા પોતાની પત્ની જ્યોતિકા સાથે હાજર હતા. ગુરૂવારે રાત્રે સગાઈ નિમિત્તે એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પણ હાજર હતા.
સૌદર્યાએ શહેરના એગ્મોરમાં આવેલ રાની મયામ્મઈ હોલમાં આયોજીત ભવ્ય સમારંભમાં પરંપરાગત રિવાજો વચ્ચે યુવા ઉદ્યોગપત્રિ અશ્વિન રામ કુમારને પોતાનો જીવસાથી બનાવ્યો. આ પ્રસંતે સફેદ ધોતી-ઝભ્ભો પહેરેલ રજનીકાંત અને તેમની પત્ની લતા ખૂબ જ ભાવપૂર્ણ લાગી રહ્યા હતા.
પારંપારિક વાદ્યયંત્રો નાદસ્વરમ અને તાવિલની સૂર લહેરો પણ નવદંપત્તિને જીંદગીના નવા ચરણમાં પ્રવેશની શુભકામનાઓ આપી રહી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અશ્વિને જેવા સૌદર્યાને થિરુમંગલ્યમ પહેરાવ્યુ. હાજર તહેય્લ મહેમાનોએ તેમને શુભેચ્છા અને શુભકામના આપવાનુ શરૂ કરી દીધુ.