સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મફત અનાજ કેવી રીતે વહેંચવુ
Bookmark and Share Feedback Print
 

N.D
પ્રધાનમંત્રીએ કહ્યુ કે ગરીબોને મફત અનાજ વહેંચવુ શક્ય નથી. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટને સલાહ પણ આપી નાખી. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ સરકારને નીતિગત નિર્ણયોમાં દખલગીરી ન કરે.

તેમણે કહ્યુ કે દેશની આટલી મોટી વસ્તીને મફત અનાજ આપવુ શક્ય નથી. પ્રધાનમંત્રીએ કહ્યુ કે મફત અનાજ વહેંચવાની તકનીક શુ હશે.

તેમનુ માનવુ છે કે 37 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે. તેથી આટલી મોટી સંખ્યાને મફત અનાજ કેવી રીતે આપી શકાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારે કેન્દ્ર સરકાર સુપ્રીમકોર્ટના આદેશ પર રિપોર્ટ દાખલ કરશે.

સાથે જ પ્રધાનમંત્રી મનમોહન સિંહે એ સંકેત પણ આપ્યો છે કે સાત નવેમ્બરથી શરૂ થનારા શીતકાલીન સત્ર પહેલા કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે.

તેમણે કહ્યુ કે તેઓ પોતાના કેબિનેટની સરેરાશ આયુ ઓછી કરવા માંગે છે. પીએમે એ પણ કહ્યુ કે હાલ એ રિટાયરમેંટ વિશે વિચારી રહ્યા નથી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games