સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » 26/11 મુંબઈ હુમલો : પાક તપાસ દળ ભારત આવશે
Bookmark and Share Feedback Print
 

N.D
મુંબઈ હુમલાની તપાસના પ્રકરણમાં પાકિસ્તાનનુ એક તપાસ દળ ભારત આવી શકે છે. 26/11 મુંબઈ હુમલાઓની તપાસના પ્રકરણમાં પાકિસ્તાનના ન્યાયિક આયોગને ભારત આવવાની મંજૂરી મળી શકે છે. આયોગ અજમલ આમિર કસાબની પૂછપરછ કરવા માંગે છે.

આ દળ એ પોલીસ સાથે વાતચીત કરશે, જેમને કસાબનુ નિવેદન લીધુ હતુ. ન્યાયિક આયોગ સાથે જોડાયેલા આ મેજિસ્ટ્રેટ સાથે પણ વાત કરશે, જેમની સામે કસાબનુ નિવેદન નોંધાયુ હતુ.

એવુ બતાવાય રહ્યુ છે કે ભારતે પાકિસ્તાનને કહ્યુ હતુ કે એ વીડિયો કોન્ફ્રેંસિગ દ્વારા આ લોકોના નિવેદન રેકોર્ડ કરી શકે છે, પરંતુ પાકિસ્તાનમાં વીડિયો કોન્ફ્રેંસિગને કાયદાકીય માન્યતા નથી માલી, તેથી આવુ શક્ય ન બન્યુ.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલા પ્રકરણમાં પાકિસ્તાનમાં સાત લોકો વિરુધ્ધ કેસ ચાલી રહ્યો છે. જેમા લશ્કરના કમાંડર જકીર-ઉર-રહેમાન લખવીનો પણ સમાવેશ છે.

જો કે આ અંગે પાકિસ્તાને કસાબની પણ માંગ કરી હતી પરંતુ આ અંગે ભારતે ચોખ્ખી ના પાડી દીધી હતી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games