સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બાબા રામદેવ ચિંદબરમથી નારાજ
Bookmark and Share Feedback Print
 

યોગ ગુરૂ બાબા રામદેવે કેન્દ્રીય મંત્રી પી. ચિંદબરમના ભગવા આતંકવાદ પર આપેલ નિવેદનની કડક શબ્દોમાં આલોચના કરતા કહ્યુ કે આ 'શરમજનક' છે કે દેશના ગૃહમંત્રીએ આવા શબ્દો ઉચ્ચાર્યા છે.

રામદેવે કહ્યુ કે કેસરૈયા રંગ માનવતા અને આધ્યાત્મિકતાનુ પ્રતીક છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી શરમજનક છે. તેમણે કહ્યુ કે ગૃહમંત્રીએ માઓવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી, નક્સલી અને આતંકવાદની સમસ્યાનો સામનો કરવો જોઈએ. તેમણે આવી ટિપ્પણીઓથી બચવુ જોઈએ.

તેમણે વર્તમાન કાયદાઓમાં ફેરફાર લાવવા પર જોર આપતા કહ્યુ કે ભ્રષ્ટાચાર કરનારાઓને મોતની સજા આપવી જોઈએ.

રામદેવે કહ્યુ કે ભારતીય પ્રશાસનમાં ભ્રષ્ટાચાર ઉપરથી લઈને નીચે સુધી ફેલાયેલુ છે. આનો અંત ત્યારે જ આવી શકશે જ્યારે કાયદો કડક બનશે. તેમણે કહ્યુ કે જો દોષીઓને કડક દંડની સજા નહી આપવામાં આવે તો આનો અંત નહી આવે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games