બોલીવુડ અભિનેતા શાઈની આહુજાની નોકરાણી પોતાના નિવેદન પરથી પલટી ગઈ છે. અભિનેતા શાઈની આહુજાની નોકરાણીએ પોતાના નિવેદન બદલતા કહ્યુ કે શાઈની પર લાગેલ બળાત્કારનો આરોપ ખોટો છે.
શાઈની આહુજા પર તેમની 18 વર્ષીય નોકરાણીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ આરોપસર શાઈની લાંબા સમય સુધી જેલમાં પણ રહ્યા.
તે સમયે તેમની નોકરાણીએ આરોપ લગાવ્યો હતો કે શાઈની આહુજાએ પોતાના ઘરના બેડરૂમમાં તેની સાથે બળાત્કાર કર્યો. એ સમયે શાઈની એકલા હતા.
પ્રાથમિક તપાસમાં બળાત્કારની પુષ્ટિ પણ થઈ હતી. જ્યારબાદ શાઈની આહુજાની ધરપકડ થઈ હતી. આ આરોપ પછી શાઈનીને જામીન મળવામાં ઘણો સમય લાગ્યો હતો.
શાઈની આહુજાને 50 હજારના વ્યક્તિગત બેલ બોંડ પર મુંબઈ હાઈકોર્ટે જામીન આપી હતી. સાથે જ તેમનો પાસપોર્ટ જપ્ત કરી દિલ્લીમાં રહેવા માટે કહ્યુ હતુ.