મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર પાટિલે બુધવારે કહ્યુ કે પુનામાં જર્મન બેકરી વિસ્ફોટૃ બાબતે મુંબઈના આતંકવાદ નિરોધી ટુકડીએ પુના અને નાસિકથી બે લોકોની ધરપકડ કરી છે.
પાટિલે કહ્યુ કે પુનામાંથી હિમાચલ બેગ અને નાસિકથી બિલાલની ધરપકડ કરવામાં આવી છે. તેમને જણાવ્યુ કે બંનેની પાસેથી આરડીએક્સ અને બોમ્બ બનાવવાની અન્ય સામગ્રી મળી છે.
પુનાની જર્મન બેકરીમાં 13 ફેબ્રુઆરીના રોજ થયેલ વિસ્ફોટમાં 16 લોકોના મોત થઈ ગયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા. બંને પર આ વિસ્ફોટને અંજામ આપવાનો અને આરોપીઓને સામગ્રી પૂરી પાડવાની મદદની શંકા છે.
માર્યા ગયેલા લોકોમાં એક ઈતાલચી, એક ઈરાની અને બે સૂડાની નાગરિકનો સમાવેશ હતો. પોલીસને વિસ્ફોટમાં ઈંડિયન મુજાહિદ્દીન અને પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તોઈબાની ભૂમિકાની શંકા છે.