સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » રામજ્ન્મભૂમિ કેસ: 24મી સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ ચુકાદો
Bookmark and Share Feedback Print
 
લખનૌ: રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ અંગે ચુકાદો 24મી સપ્ટેમ્બરના દેવસે બપોરે 3.30 વાગે જાહેર કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચ દ્વારા જાહેર કરવામાં આવનાર આ ચુકાદા પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં કોમી હિંસાને રોકવા માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે.

લખનૌ સહિતના વિસ્તારોમાં અભુતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ ગોઠવી દેવમાં આવી છે. લખનૌ રામજન્મભૂમિ ટાઈટલ વિવાદ અંગે ચુકાદો જાહેર કરશે. જ્યાં બાબરી મસ્જિદ હતી તે 2.77 એકર વિવાદાસ્પદ જમીનની માલિકી કોની છે તે અંગે પણ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચ ચુકાદો આપશે.

જસ્ટીસ એસયુખાન, જસ્ટીસ સુધીર અગ્રવાલ, જસ્ટીસ ડીવી શર્માની બનેલી ત્રણ સભ્યોની બેંચે તમામ સંબંધિત પક્ષોને 24મી સપ્ટેમ્બરના દિવસે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો. બાબરી મસ્જિદ પગલા સમિતિના વકીલ ઝફરયાદ ગિલાનીએ કહ્યું કે કોર્ટે આદેશો આપ્યો હતા કે તમામ સંબંધિત પક્ષોંએ હાજર રહેવુ પડશે કારણ કે 24મી સપ્ટેમ્બરના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવનાર છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games