શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

અન્નાના આંદોલન એ જોર પકડ્યુ, વીડિયો જુઓ..

વિશ્વભરમાં ફેલાયેલ ક્રાંતિ અને ફેરફારની હવાથી ભારત પણ અલગ નથી રહ્યુ. આખી દુનિયામાં લોકો ફેરફાર માંગે છે. આ ફેરફાર ફક્ત રાજનીતિક નથી. આ ફેરફાર સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, અનૈતિકતા, બેઈમાનીને દૂર કરવા અને સામાન્ય માણસના જીવન સ્તરને સુધારવાની માંગ છે.

વયસ્ક ગાંધીવાદી નેતા અન્ના હજારેએ ભારતમાં આ ફેરફારને જુદો મુક્યો છે અને જેવી આશા હતી કેન્દ્ર સરકારને આ આગને ઓલવવાનો દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે.

શાંતિપૂર્ણ રીતે આંદોલનની માંગની કેટલીક શરતોની આડમાં તેને નકારવાની સાથે જ નક્કી થાઈ ગયુ હત્તુ કે અન્ના અને તેમના સાથીઓ અરવિંદ કેઝરીવાલ, કિરણ બેદી, મનીષ સિસોદીયા અને શશિભૂષણને નવી દિલ્લીમાં સવારથી ધરપકડ કરવામાં આવી. ફરક એ જ હતો કે આ ધરપકડ શાંતિપૂર્વક થઈ.

પોલીસ એ આ પહેલા શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરી રહેલ યોગ ગુરૂ બાબા રામદેવ અને તેમના હજારો સમર્થકોને રાત્રે અંધારામાં રામલીલા મેદાન પર બર્બરતાથી મારીને ભગાડ્યા હતા.

હાલ કોગ્રેસ માટે કોંગ્રેસી ઉભા છે, ભાજપા માટે ભાજપાઈ ઉભા છે. પણ ભારતના હિત માટે આજે કયો જનપ્રતિનિધિ ઉભો છે, એ નથી દેખાય રહ્યુ. લોકપાલ બિલના મુદ્દા પર અન્નાની સાથે કોઈપણ રાજનીતિક દળ સ્પષ્ટ રૂપે ઉભો નથી દેખાયો. આ દળ માત્ર એકબીજાના વિરુદ્ધ ઉભો છે.

ભાજપાની આ મુદ્દાને કોંગ્રેસને જળથી ઉખાડી ફેંકવાની એક તક સમજીને તેનો ફાયદો ઉઠાવવાની કોશિશમાં છે. કોંગ્રેસ સત્તાની મદમાં પોતાના વિરુદ્ધ થનાર કોઈપણ આંદોલનને કચડવા માટે કૃતસંકલ્પ છે.

આજે સ્થિતિ એ છે કે સંસદ પર તો વિશ્વાસ છે પણ સાંસસો પર નથી. જનતા વિધાયિકા પર વિશ્વાસ કરે છે પણ વિધાયકો પર નહી. જેનુ ઠોસ કારણ પણ છે. સાંસદોને માટે સોગંધનામા મુજબ આજે ભારતની સર્વોચ્ચ સંસ્થાના 25 ટકા જનપ્રતિનિધિઓ વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયેલા છે.

આજે તાકતવરો અને ગુનેગારોને સતત ટિકિટ આપવામાં આવી રહી છે. લોકો પોતાની લડાઈની અપેક્ષા કરો તો કોણા પર વિશ્વાસ મુકીને કરે. નેતા, ગુનેગારો અને અફસરશાહીના ગઠબંધનએ સામાજીક, આર્થિક અને ન્યાયિક વ્યવસ્થાને સડાવી નાખી છે.


અન્નાએ ભારતની સામાન્ય જનતાની પીડા સમજી છે. તેથી જનતા તેમની સાથે ઉભી છે. હવે અન્નાની આ આંધીમાં કેટલાક મોટા ઝાડ ભાંગી પડશે એ તો નક્કી જ છે. સ્વસ્થ લોકતંત્ર માટે શાંતિપૂર્ણ આંદોલન ખૂબ જરૂરી છે. આને દબાવવુ મતલબ લોકતંત્રનુ ગળું દબાવવુ.