આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અન્ના હજારેની તબિયતને કારણે કોર કમિટી બેઠક રદ્દ

P.R
ટીમ અન્નાની 2જી અને 3જી જાન્યુઆરીએ યોજાનાર કોર કમિટીની બેઠકને મુલતવી રાખવામાં આવી છે. અન્ના હજારેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને આ બેઠક મુલતવી

રાખવામાં આવી છે. આ બેઠક રાલેગણ સિદ્ધિમાં યોજાવાની હતી. ડોકટરોનાં જણાવ્યા મુજબ હજુ અન્નાની તબિયત પૂર્ણ પણે સ્વસ્થ નથી, અને તેમને બેસવામાં તકલીફ પડી રહી છે.

બીજી તરફ ટીમ અન્નાએ ફરીએકવાર સરકાર સામે મોરચો માંડયો છે. અન્નાના અર્જુન ગણાતા કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે સરકારે પોતાના ફાયદાનું લોકપાલ બનાવ્યું છે.

કેજરીવાલે કહ્યુ કે સારૂ થયું કે આ બિલ પાસ ન થયું, કારણ કે આ બિલમાં અનેક ખામીઓ હતી. તેમણે એમ પણ કહ્યુ કે સરકાર બિલને પાસ કરાવવા માંગતી જ નહોતી.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia
Photogallery | Games