બિહારના જમુઇ જીલ્લામાં, નક્સલિઓએ ગુરુવારે રાત્રે સિમુલતલા ક્ષેત્રમાં કનૌદી-પિપરા ગામમાં હુમલો કરીને, એક પરિવારના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પાછા ફરતી વખતે ચાર ગ્રામીણોને પણ અગવા કરીને લઇ ગયા.
ત્યાં છત્તિસગઢ઼ના બસ્તર જીલ્લામાં પણ, નક્સલિઓએ એક પોસ્ટમેન સહિત ચાર લોકોની હત્યાં કરી. જાણવા મળ્યા મુજબ, નક્સલિઓએ ચારોના અપહરણ પછી હત્યા કરી નાખી. જુમઇમાં ઘટનાના કારણોને સ્પષ્ટ ખુલાસો નથી થઇ શક્યો પણ, ભાકપા (માઓવાદી) ના ઝોનલ પ્રવક્તા અવિનાશે ઘટનાની જવાબદારી લેતા કહ્યું કે, માર્યા ગયેલા ગ્રામીણ ઇલાકામાં આપરાધિક ઘટનાઓને અંજામ આપી રહ્યાં હતાં.
લગભગ 100 પોલીસના ગણવેશધારી નક્સલિઓએ, ગામના મંસૂર અંસારી તથા કલ્લું અંસારીને પકડી લીધા. પછી મુમતાઝ અંસારીના ઘર પર એની તથા એના બે દિકરા ફખરુદ્દિન અંસારી તથા શમીમ અંસારીની, ગોળી મારીને હત્યા કરી નાખી.
રાજયસભામાં બિલ રજુ કરવામાં આવ્યા બાદ થયેલા હોબાળા મામલે બોલતા તેમણે કહ્યુ કે ગુરૂવારની રાત્રે જે કંઇ પણ થયું તે દેશના જનતંત્ર સાથે એક પ્રકારનું ષડયંત્ર હતું.