વડાપ્રધાન તરીકે મોદીની ડિમાંડ રાહુલ કરતા વધુ - સર્વે
શુક્ર, 27 જાન્યુઆરી 2012( 12:09 IST )
P.R
વડાપ્રધાનની દોડમાં ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસનાં યુવરાજ રાહુલ ગાંઘી કરતાં ઘણાં આગળ નિકળી ગયાં છે. હાલમાં આવેલાં એક સર્વેમાં 24 ટકા લોકોએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે તેઓ જોવા માંગે છે. જ્યારે રાહુલને વડાપ્રધાન પદે જોવા માંગતા હોય એવા લોકોની સંખ્યા 17 ટકા છે.
ઇન્ડિયા ટુડે-ઓઆરજી માર્ગ મુડ ઓફ દ નેશન પોલમાં અડવાણીને ત્રીજું સ્થાન મળ્યુંય તેમને 10 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. મનમોહનસિંહને પણ 10 ટકા લોકો પસંદ કરે છે. સોનિયા ગાંધીને પણ 10 ટકા વોટ મળ્યાં છે. બિહારનાં નીતીશ કુમારને માત્ર પાંચ ટકા વોટ મળ્યાં છે. જ્યાંરે માયાવતીને પણ ચાર ટકા વોટ મળ્યાં છે.
ઉલ્લેખનીય છે તે ઓગસ્ટ 2011માં ઇન્ડિયા ટુડે-ઓઆરજી માર્ગ મૂડ ઓફ દ નેશન પોલ કરાવ્યો હતો. તેમાં રાહુલ ગાંધીને 21 ટકા લોકો પીએમનાં રૂપમાં જોવાં માંગતાં હતાં અને મોદીને માત્ર 12 ટકા વોટ મળ્યાં હતાં.પણ આ વખતે સર્વેમાં લોકોએ રાહુલની જગ્યાએ મોદી પર પસંદગી ઉતારી છે.
આ સર્વેમાં એ વાત ભરીને બહાર આવી છે કે આજની તારીખમાં ચૂંટણી થઇ તો યૂપીએને ઘણો ફટકો પડી શકે એમ છે. તેની સીટ ઘટીને 168થી 178 વચ્ચે રહેશે. કોંગ્રેસની હાલત તો પતલી છે તેની સંખ્યા તો માત્ર 110ની આસપાસ રહેવાનો અંદાજ છે. એનડીએને 180થી 190 બેઠકો મળવાની સંભાવના છે. સર્વેનાં મત મુજબ ત્રીજા ફ્રંટને વધુ ફાયદો થાય એમ છે. તેને પણ 180 થી 190 બેઠકો મળી શકે એમ છે.