આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના જણાવ્યા મુજબ પ્રેમના પ્રતીક ગણાતા તાજમહેલના મિનારા ઝૂકી રહ્યા છે. એએસઆઇને સુપ્રીમ કોર્ટને સોંપેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તાજમહેલના ચારેય મિનારા ૧૯૭૭ની તુલનામાં કેટલીક બાજુ ઝૂકી ગયા છે. દક્ષિણ-પશ્ચિમી મિનાર સૌથી વધુ ૩.પ૭ સેમી. ઝૂક્યો છે. રિપોર્ટમાં પર્યટકોના વધુતા જતા દબાણને કારણે તાજમહેલાની સતત દેખરેખ અને તપાસનાં સૂચન કરાયાં છે.
તાજમહેલની સુરક્ષાને ખતરા વિશે મીડિયામાં ચમકેલા સમાચારો પર સુપ્રીમ કોર્ટે પોતે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને અધ્યયન રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું. સર્વે મુજબ, ૭૬-૭૭થી સ્થિર તાજમહેલનો દક્ષિણી-પશ્ચિમી મિનારનો ઝુકાવ વધ્યો છે. તે ર૦૦૯-૧૦માં વધીને લગભગ ૩.પ૭ સેમી થઇ ગયો છે. ઉત્તર-પૂર્વી મિનારમાં વધુ ઝૂકાવ નથી આવ્યો.
છેલ્લી તપાસમાં આ મિનાર ૦.પર સેમી ઝૂકેલો જણાયો છે. આ જ રીતે ઉત્તરી-પશ્ચિમી અને દક્ષિણી-પૂર્વી મિનારના ઝૂકાવમાં પણ કોઇ ખાસ અંતર જોવા નથી મળી રહ્યું. તે ૦.૭પ સેમી અને ૦.૮ર સેમી ઝૂકેલા છે. જે નિર્ધારિત માપદંડની અંદર જ છે.