આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » યુપીમાં આજે પાંચમા ચરણનું મતદાન

P.R
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં પાંચમા તબ્બકાનું મતદાન આજે થઇ રહ્યું છે. બુંદેલખંડના જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લામાં મતદાતાઓ મતદાન માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. આ તબક્કામાં અનેક ટોચના નેતાઓની શાખ દાવ પર લાગેલી છે.

ગત વિધાનસભા ચૂંટણીઓમાં આ ક્ષેત્ર બસપાનું ગઢ બની ગયું હતું. જયારે એ પહેલા આ વિસ્તાર મુલાયમનો ગઢ મનાતો હતો. આ વખતે અહીંથીજ ઉમાભારતી પણ ચૂંટણી લડી રહ્યા છે. રાહુલે આ વખતની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેનું કેમ્પેઇન પણ બુંદેલખંડથી જ શરૂ કર્યુ હતું.

પાંચમા તબક્કાના મતદાનમાં કુલ 13 જિલ્લાની 49 બેઠકો પર મતદાન થશે. આ વિસ્તારમાં રાહુલ ગાંધીની સક્રિયતાએ કોંગ્રેસ માટે જીત મેળવવાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો છે. તો ભાજપે પણ ઉમાભારતી જેવા દિગ્ગજ નેતાને અહીંની ચરખારી બેઠક પરથી ચૂંટણી લડાવીને કોઇ મોટા ઉલટ-ફેરની શક્યતા ઉભી કરી છે.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia
Photogallery | Games