મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રોજ 1-2 લીટર પેટ્રોલ પીતો બાળક
એએનઆઇ

કાનપુર (એએનઆઇ) જે વયમાં બાળકો કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્‍ટ ફૂડ પાછળ ભાગે છે તે વયમાં મોહમ્મદ સાજિદને પેટ્રોલ પીવાનો અનોખો શોખ છે.

કાનપુરનાં અનવરગંજ મહોલ્લાનાં વાસી સાજિદના આજુ-બાજુનાં લોકો આ શોખનાં કારણે પરેશાન છે. તેના પરિવારના લોકોનું કહેવું છે કે અઢી વર્ષની ઉમરથી સાજિદ પેટ્રોલ પીવા તરફ જુક્યો અને ધીમે-ધીમે તેને પેટ્રોલ પીવાનું વ્યસન લાગી ગયું.

સાજીદની માં નગીના એ જણાવ્યું કે સાજીદને અઢી વર્ષની વયથી પેટ્રોલ પીવાની લત લાગી છે. તે વાહનોની આસ-પાસ રમતો હતો ત્યારે તેને પેટ્રોલ પીવા તરફ આકર્ષણ થયું હશે. એક દિવસ અમારા પડોશીએ આવીને કહ્યું કે સાજીદ તેમની ગાડીમાંથી પેટ્રોલ કાઢીને પીતો હતો. અમે તેને ઘણો રોક્યો છે છતાં તે રસ્‍તા પર વાહનોંમાંથી પેટ્રોલ કાઢીને પીએ છે.

સાજીદની ઘરની પાસેના એક દુકાનદારે જણાવ્યું કે સાજીદ અહીં આવનારા ગ્રાહકોની ગાડીમાંથી એક થી બે લીટર પેટ્રોલ કાઢીને રોજ પીએ છે. અમોને નથી સમજાતું કે અમે શું કરી કારણ કે સાજીદ બાળક છે.
ઘણું બધુ
બંગાળમાં પાંચ કરોડની ચંદન જપ્ત
2 રેલ્વે અધિકારીઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર
અકસ્‍માતમાં એકજ પરિવારના 4 નાં મૃત્યું
કેરલમાં ભારે વરસાદથી છ મૃત્યું
મહિલાના મૃત્યુંનું કારણ મોબાઇલ ફોન
ભાજપમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બળવો