નવી દિલ્હી (એજંસી) તહેલકા અને આજતકનો વિવાદાસ્પદ ખુલાસો અને અન્ય આરોપોમાં નરેન્દ્ર મોદી દબાયેલા હોવા છતાં ગુજરાતમાં સામાન્ય મતદાતાઓને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પૂરો ભરોસો છે. અને આગામી ચૂંટણીમાં બીજેપીની બીજીવાર સત્તા પર આવવાની પૂરી શક્યતા છે એવું ચૂંટણી પહેલાનો એક ખાનગી સર્વેક્ષણ કહે છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સીએનએન. આઈંબીએન. ઈંડિયન એક્સપ્રેસ જેવા જુથે સાથે મળીને ચૂંટણી પહેલા કરેલા એક સર્વેક્ષણ મુજબ રાજ્યમાં 240થી પણ વધુ સ્થાનો પર સર્વેક્ષણ થયું. આ સર્વેક્ષણમાં ભાજપને 182 સદસ્યોની વિધાન સભામાં 100 સીટો મળવાની શક્યતા વ્યક્ત કરી છે. જે સરકાર બનાવવા માટે પૂરતી છે.
સર્વેક્ષણના મુજબ ગુજરાતમાં કુલ વોટના 45 ટકા વોટ તો ભાજપના ખાતે જવાનો અંદાજ છે. જ્યારે કે કોંગ્રેસના ભાગે 40 ટકા જ વોટ જઈ રહ્યા છે. જો મતદાન સુધી પરિસ્થતિ આવી જ રહેશે તો શ્રી મોદીનું 100 સીટો સાથે સત્તામાં ફરી આવવું નક્કી છે. જ્યારે ક્રોંગ્રેસને આવી સ્થિતિમાં 76 સીટો મળી શકે છે. જ્યારે કે 6 સીટો અન્ય પાર્ટીયોના ભાગે આવશે.
|