મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિપીકા પાદુકોણ બીએની છાત્રા
ભાષા
નવી દિલ્હી (ભાષા) ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં પોતાની ખુબ જ સારી અદાના દમ પર દર્શકોના દિલોમાં ખાસ ઓળખાણ બનાવનાર દીપિકા પાદુકોણની પાસે હજું શૈક્ષણિક યોગ્યતા પણ નથી અને તે ઈંદિરા ગાંધી મુક્ત વિશ્વ વિદ્યાલયથી બીએ કરી રહી છે.

21 વર્ષની આ ઉભરતી અદાકારની સામાજીક અને આર્થિક બાબતોમાં ઘણી રૂચિ છે અને તેમની આ પસંદ તેમના દ્વારા પસંદ કરવામાં આવેલ વિષયોમાંથી દેખાઈ આવે છે.

ઈગ્નુના રજીસ્ટ્રાર શ્રીકાંત મહાપાત્રએ જણાવ્યું હતું કે દીપિકાએ 2005માં સ્નાતક શિક્ષામાં પ્રવેશ કર્યો હતો. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર તેમના વૈકલ્પિક વિષયો છે.

બેંગલોરથી સ્કુલનું શિક્ષણ મેળવ્યા બાદ દીપિકા મોડલીંગમાં પોતાનું કેરીયર બનાવવા માટે દિલ્હી ચાલી ગઈ હતી. મહાપાત્રએ જણાવ્યું હતું કે દીપિકાએ 2006માં બીએ પ્રથમ વર્ષમાં પાંચ પેપર આપ્યા હતાં જેની અંદર તેઓએ સારૂ પ્રદર્શન કર્યું હતું. પોતાના પાઠ્યક્રમ દરમિયાન દીપિકા કુલ 1200 અંકોના 13 પેપર આપશે.

સમાજશાસ્ત્રના અનુસાર દીપિકા સામાજીક અધ્યયન, ભારતીય સમાજ, સામાજીક વિચાર, સમાજ અને સ્તરણ સમાજ તેમજ ધર્મ તથા ભારતમાં સામાજીક સમસ્યાઓના વિષયોની પરીક્ષા આપશે.

અર્થશાસ્ત્રના અનુસાર તે અર્થશાસ્ત્રના આધારભુત તત્વ અને ભારતમાં કૃષિ વિકાસ વિષયોની પરીક્ષા આપશે. સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રથી અલગ દીપિકાએ સૈધ્ધાંતિક પાઠ્યક્રમના રૂપમાં પોષાહાર અને બાળકોની સારસંભાળ જેવા વિષયો લીધા છે.

ઈગ્નુ દ્વારા તેને ત્રણ વર્ષની સમગ્ર પાઠ્ય સામગ્રી ઉપલબ્ધ કરી દેવાઈ છે.
ઘણું બધુ
શ્રી મોદીના આજે દિલ્હીમાં ધામા
રાજકોટ મોડેલ રેલ્વે સ્‍ટેશનનું ઉદ્દઘાટન
કિરણ બેદીની સ્વૈચ્છિક નિવૃત્તીને મંજુરી
વડોદરામાં અકસ્માતમાં 5ના મોત
વાજપેયીજીનો આજે હેપી બર્થ-ડે
વડોદરામાં આમિરની ફિલ્મનો વિરોધ