મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હોટલ શૌકતમાં સમારકામ ચાલતુ હતુ
હોટલની ઈમારત 25 વર્ષ પુરાણી હતી
વાર્તા

અમદાવાદ(ભાષા) કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલી હોટલ શૌકત લગભગ 25 વર્ષ પુરાણી હતી. ઉપરાંત તેમાં સમારકામ ચાલતુ હતુ તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ. અલબત્ત આ હોટલની ઈમારત પહેલેથી જ જર્જરીત હોવાનુ જણાતુ હતુ. આ સમગ્ર ઘટના અંગે અમદાવાદ મહાનગર સેવાસદનના અધિકારીએ જણાવ્યુ હતુ કે, કાટમાળની નીચે દટાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવાનુ કાર્ય તંત્ર માટે અત્યંત કપરુ હતુ. ઉપરાંત આ કાર્ય જલ્દીથી પુરુ કરવામાં આવે તો જ તેમાં ઈજા પામેલા લોકોની સારવાર ઝડપથી થાય તેમ હતુ. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ધરાશાયી થયેલી શૌકત હોટલ લગભગ 25 વર્ષ જુની હતી અને તેમાં તાજેતરમાં સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. કદાચ હોટલમાં ચાલતા સમારકામના લીધે જ તે ધસી પડી હોય તે વાત નકારી શકાતી નથી.


ઘણું બધુ
રેલ્વે ભરતી માટે આવેલા વિધાર્થીઓ ઘાયલ
દટાયેલાઓને શોધવા માટે કુતરાની મદદ
મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય
હોટલ ધરાશાયી થતાં 10ના મોત, 40 ઘાયલ
અમદાવાદમાં હોટલ ધરાશાયી,11ના મોતની આશંકા
ઝાહિરા શેખને ઈન્કમટેક્સની નોટિસ