અમદાવાદ(વાર્તા) કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક શૌકત હોટલ ધરાશાયી થઈ હોવાની જાણ થતાં જ પોલીસ તથા વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ હોટલના કાટમાળની નીચે પચાસ જણાં દટાયા હોવાનુ જણાતા અધિકારીઓને ઘટનાની ગંભીરતાંનો ખ્યાલ આવી ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ હતી. અમદાવાદના ધારાસભ્ય તથા રાજ્યના ગૃહમંત્રી અમીત શાહ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે બચાવ કામગીરીનુ જાતે જ નીરીક્ષણ કર્યુ હતુ. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલીક બેઠક બોલાવી હતી અને બચાવ કામગીરીની માહિતી મેળવી હતી. ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ ઘાયલોની ખબર જોવા માટે સિવીલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોનો આંકડો વધે તેવી સંભાવના જોઈને અમદાવાદ સિવીલ હોસ્પિટલ સહિત અન્ય દવાખાનાઓમાં તબિબોની ખાસ ટુકડી તૈનાત કરી દેવાઈ હતી.
|