મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વેબદુનિયાને અક્ષરમ આઈટી એવોર્ડ
નવ ભારતીય ભાષામાં સેવાપ્રદાન કરવા બદલ સન્માન
W.D

નવી દિલ્હી. દિલ્હીમાં આયોજીત છઠ્ઠા આંતરરાષ્ટ્રીય હિન્દી મહોત્સવમાં ભારતના નંબર વન બહુભાષી પોર્ટલ 'વેબ દુનિયા ડોટ કોમ'ને નવ ભારતીય ભાષાઓમાં સેવા પ્રદાન કરવા બદલ અક્ષરમ આઈટી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું હતુ.

ઈંડિયન કાઉંસીલ ઓફ કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર), સાહિત્ય એકેડમી તથા ઉત્તરપ્રદેશ ભાષા સંસ્થાન દ્વારા આયોજીત આ સમ્મેલનમાં હિન્દી ભાષા સાથે જોડાયેલી લગભગ 400 સંસ્થાઓના ભાષાવિદો, લેખકો, કવિ તેમજ સંપાદકોએ પણ ભાગ લીધો હતો.

વેબદુનિયા દ્વારા હિન્દી તેમજ અન્ય ભારતીય ભાષાઓના ઉપકરણ તેમજ વિકાસ માટે એનાયત કરાયેલો આ એવોર્ડ વેબદુનિયાના અધ્યક્ષ તેમજ સીઈઓ શ્રી પંકજ જૈને વિશ્વ હિન્દી સચિવાલયની મહાસચિવ શ્રીમતી વિનોદ બાલા અરૂણના હસ્તે સ્વીકાર્યો હતો.

વેબદુનિયાને ભારતનું સૌથી મોટુ પોર્ટલ બનાવવાના પોતાના પ્રયત્નોના વિષયમાં જણાવતાં શ્રી જૈને જણાવ્યું હતું કે વેબદુનિયા પોતાના આ સન્માનનો શ્રેય પોતાના લાખો યુઝર્સને આપે છે. વેબદુનિયા આ જ રીતે યુઝર્સની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને ભારતીય ભાષાઓમાં સુવિધા પ્રદાન કરશે.

ત્રણ દિવસીય સમ્મેલનમાં આયોજીત હિન્દી તેમજ સુચના પ્રધ્યોગીકી નામના સેશન દરમિયાન વેબદુનિયાના સંપાદક શ્રી જયદીપ કર્ણિકે વેબદુનિયાના તકનીકી વિકાસની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, યૂનિકોડમાં વેબદુનિયાના પ્રવેશ બાદ હવે નવ ભાષાની અંદર ફોન્ટ ડાઉનલોડ કર્યા વિના પણ તેને જોઈ શકાય છે.

અમારી વિકસીત ટેકનીક અને શ્રેષ્ઠ કન્ટેન્ટ અમને યાહૂ અને એમએસએન જેવી સેવાઓની જેમ જ સેવાઓ પ્રદાન કરી રહી છે. વેબદુનિયા ફક્ત ભારતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં 9 ભારતીય ભાષાઓમાં ઈ-મેલની સુવિધા પ્રદાન કરી રહી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

યૂઝર પોતાની ભાષામાં વેબદુનિયા.કોમ તેમજ વર્લ્ડવાઈડ વેબ પર જાણકારી શોધી શકે તે માટે કંપનીની સોફ્ટવેયર રિસર્ચ એંડ ડેવલપમેંટ ટીમ રાત-દિવસ વેબદુનિયા સર્ચમાં સુધારો કરી રહી છે.
ઘણું બધુ
રાજ્યના ગૃહમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા
હોટલ શૌકતમાં સમારકામ ચાલતુ હતુ
રેલ્વે ભરતી માટે આવેલા વિધાર્થીઓ ઘાયલ
દટાયેલાઓને શોધવા માટે કુતરાની મદદ
મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય
હોટલ ધરાશાયી થતાં 10ના મોત, 40 ઘાયલ