મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હિન્દીને ભારતીયોએ વધુ હાની પહોંચાડી છે
ભાષા

નવી દિલ્હી(ભાષા) દેશ-વિદેશમાંથી અંગ્રેજીની તાલિમ લઈને ભારતીયોએ હિન્દીને સૌથી વધુ હાની પહોંચાડી છે, તેવુ બ્રિટીશ અનુવાદકનુ માનવુ છે. 'આધા ગાંવ' અને 'રાગ દરબારી' જેવી મહાન રચનાઓનુ હિન્દીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનાર બ્રિટીશ મહિલાએ પોતાનો આ વિચાર છઠ્ઠા આંતરરાષ્ટ્રીય હિન્દી ઉત્સવ દરમિયાન વ્યક્ત કર્યો હતો. 'અક્ષરમ અનુવાદ સમ્માન'થી સમ્માનીત કરવામાં આવેલી અંગ્રેજ મહિલાએ કહ્યુ હતુ કે, નિરક્ષરતાના કારણે હિન્દીની અધોગતિ થઈ રહી છે. જોકે, આ બાબતે મરાઠી અને બાંગ્લા ભાષાના તેણે વખાણ કર્યા હતા.

લંડન વિશ્વ વિધાલયથી સાઉથ એશીયન સ્ટડીઝમાં સ્નાતકની ઉપાધી મેળવનાર અને 25 વર્ષથી હિન્દી ભાષા માટે કામ કરતી 'રાઈટ'એ ટાંક્યુ હતુ કે, સઈદ મીર્ઝાએ હિન્દી, ઉર્દુ જેવી ભાષાઓ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યુ હતુ કે, તેમણે પોતાની ભાષા ગુમાવી દીધી છે. એનઆરઆઈઓની નવીપેઢીએ તેના પરથી બોધપાઠ લેવો જોઈએ. કોઈ પણ અંગ્રેજ અન્ય ભાષા શીખવાના મામલામાં અન્ય કરતાં કમજોર હોય છે કારણ કે, તેઓ અન્ય ભાષા શીખે છે પરંતુ તેઓ બોલચાલમાં અન્ય ભાષા લાવતા નથી.

છઠ્ઠા આંતરરાષ્ટ્રીય હિન્દી ઉત્સવમાં 'અક્ષરમ પ્રવાસી'ના પારિતોષથી સમ્માનીત થયેલા અને ટેક્સાસ વિશ્વ વિધાલયમાં હિન્દી-ઉર્દુ વિભાગના અધ્યક્ષ પ્રો. હરમન વાન આલફને જણાવ્યુ હતુ કે, પાછલા એક દસકાથી હિન્દી ભાષા પ્રત્યે લોકોની રૂચી વધી છે. હિન્દી વાંચવા વાળા એનઆરઆઈ બાળકોની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. અમેરિકામાં ચીન, અરબી અને જાપાની ભાષાનુ જોર છે હિન્દીનુ નહીં. અમેરિકામાં એકમાત્ર ટેક્સાસમાં જ હાઈસ્કુલ સુધી હિન્દીમાં શિક્ષણ મેળવી શકાય છે. ઉપરોક્ત બંને હિન્દી ભાષાના પ્રેમીઓ હિન્દીને સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષામાં શામેલ કરવાની વાત કરી હતી. જ્યારે ચીની ભાષાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે તો વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનો સમાવેશ પણ તેમાં થવો જોઈએ તેવો અનુરોધ તેઓએ કર્યો હતો.
ઘણું બધુ
વેબદુનિયાને અક્ષરમ આઈટી એવોર્ડ
રાજ્યના ગૃહમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા
હોટલ શૌકતમાં સમારકામ ચાલતુ હતુ
રેલ્વે ભરતી માટે આવેલા વિધાર્થીઓ ઘાયલ
દટાયેલાઓને શોધવા માટે કુતરાની મદદ
મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય