મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાટણમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર બળાત્કાર

ગુજરાતનાં પાટણ જીલ્લામાં પ્રાથમિક શિક્ષક ટ્રેનિંગ કોલેજની એક વિદ્યાર્થીનીએ આજે સોમવારે કેટલાક શિક્ષકો પર વારંવાર બળાત્કાર કરવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીનીનાં આરોપ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું તથા શૈક્ષકો અને પ્રિન્સિપલ સાથે મારઝૂડ કરી હતી.

પાટણનાં વરિષ્ઠ પોલીસ અધિકારી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે, પીડિતા તરફથી પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. અમે હિંસાની સૂચના બાદ ત્યાં ગયા તો જાતિય શોષણની વાત સામે આવી હતી.

વત્સે કહ્યું હતું કે, પીડિતા તરફથી એફઆઈઆર દાખલ કરવવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીની સ્વાસ્થ્ય સંબંધી તપાસ પણ કરાવવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓનાં વાલીઓને આ વાતની જાણતા થતા ઉશકેરાયા હતા અને શિક્ષકો તથા આચાર્ય સાથે મારપીટ કરી હતી. લોકોએ બારી, દરવાજા તથા ફર્નિચરને નુકશાન પહોંચાડ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, જાતિય શોષણ બાબતે કેટલાક શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે તથા તેમની પૂછરપછ ચાલી રહી છે.
ઘણું બધુ
હિન્દીને ભારતીયોએ વધુ હાની પહોંચાડી છે
વેબદુનિયાને અક્ષરમ આઈટી એવોર્ડ
રાજ્યના ગૃહમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા
હોટલ શૌકતમાં સમારકામ ચાલતુ હતુ
રેલ્વે ભરતી માટે આવેલા વિધાર્થીઓ ઘાયલ
દટાયેલાઓને શોધવા માટે કુતરાની મદદ