મુંબઈ(એજન્સી) દેશની કોલેજમાં ડિસેક્શન માટે લવાતા વંદાની કિંમતમાં અનેક ગણો વધારો થયો છે. ત્રણવર્ષ પહેલા રૂપિયા 15ના 100 વંદા મળતાં હતા જ્યારે હાલ વિર્ધાર્થીઓને એક વંદા માટે રૂપિયા પાંચ અને તેથી વધુ ચુકવવા પડે છે. મહારાષ્ટ્રના 11માં ધોરણના વિધાર્થી માટે વંદાનુ ડિસેક્શન જરૂરી છે. જેથી શાળા દ્વારા વિધાર્થીઓને પોતાના ઘરેથી વંદા લઈ આવવાની ફરજ પડાય છે. મહારાષ્ટ્રમાં જીવ વિજ્ઞાનના વિધાર્થીઓની સંખ્યા વધતાં દરવર્ષે 90,000 વંદાનુ ડિસેક્શન થાય છે. જ્યાં સુધી ડિસેક્શન કરતાં ન આવડે ત્યાં સુધી અલગ-અલગ વંદાનુ ડિસેક્શન કરવામાં આવે છે.
એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ કે, 800 વિધાર્થીઓ દ્વારા ડિસેક્શન શીખવા માટે 6500 વંદાની ચીરફાડ કરવામાં આવી હતી. આમ વંદાની સંખ્યામાં ઘટાડો થતાં તેની કિંમતમાં પણ વધારો થયો છે. ઉપરાંત દેશના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃકતાના લીધે પણ વંદાના પ્રાકૃતિક આવાસો ગણાતા કચરાના ઢગલા ઘટ્યા છે અને તેને લીધે પણ તેની સંખ્યા ઘટી છે. આ અંગે પેસ્ટ કંટ્રોલ ઓફ ઈન્ડીયાના પ્રમુખ નીખીલે જણાવ્યુ હતુ કે, માણસને પહેલેથી જ વંદા સાથે નફરત રહી છે અને તેને ઘરમાંથી દુર કરવા માટે લોકો અનેક ઉપાયો કરતાં થયા છે. તેને કારણે વંદાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગટર લાઈન સાફ કરનારા લોકો વંદા સંગ્રહિત કરીને તેને કોલેજોમાં સપ્લાય કરે છે જેના વળતર પેટે તેમને એક વંદા દીઠ સાતથી આઠ રૂપિયા સુધી ચુકવાય છે.
|