મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતી રાધા બની ફેમીના મિસ બેસ્ટ બોડી
રાધા બ્રહ્મભટ્ટ 18 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બ્રિટન બની હતી
IFMIFM

મુંબઈ. ફેમિના મિસ ઈન્ડિયા 2008માં ભાગ લેનાર ભારતભરની સુંદરીઓમાંથી ફાઈનલ સુધી પહોંચેલી ભાગ્યશાળી યુવતીઓનાં નામ તાજેતરમાં જ મુંબઈની એક હોટલમાં જાહેર કરાયાં હતાં. આ હરીફાઈમાં 19 વર્ષની ગુજરાતી યુવતી રાધબ્રહ્મભટ્ટને મિસ બેસ્ટ બોડીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતનાં 11 શહેરોની સુંદરીઓમાંથી ફાઈનલ સુધી પહોંચનાર 29 યુવતીઓએ રેમ્પ ઉપર વારાફરતી કેટવોક કર્યું હતું. ગત વર્ષની મિસ ઈન્ડિયા શ્રુતિ શર્માએ દરેકનો વિગતે પરિચય આપ્યો હતો.

મિસ બેસ્ટ બોડીનો ખિતાબ મેળવનાર રાધા હાલ લંડનમાં રહીને લંડન કોલેજ ઓફ ફેશનમાં ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરી રહી છે. તે 18 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બ્રિટન બની હતી. ત્યારથી જ મોડેલિંગજગતમા સૌનું ધ્યાન ખેંચી જનાર રાધા માનવસેવામાં માનતા પરિવાર સાથે સંકળાયેલી છે, તેના પરિવારે તાજેતરમાં જ કેન્સર રિસર્ચ માટે 10 કિ.મી.ની દીડ યોજી હતી. શાકાહારી રાધાને ગુજરાતી હોવાનો ગર્વ છે, અને તે શુદ્ધ ગુજરાતી બોલવાનો આગ્રહ રાખે છે.

આ વખતની મિસ ઈન્ડિયા વર્લ્ડ, યુનિવર્સ અને અર્થ માટેના સોનાના તાજને રિધમ, રામાતાઝ અને રેન્ડેવુ નામ અપાયાં છે. સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ પાંચમી એપ્રિલે મુંબઈના અંધેરી ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાશે.
ઘણું બધુ
ગુજરાતને 21000 કરોડ રૂપિયા મળ્યાં
અમદાવાદ : અકસ્માતમાં વિદ્યાર્થીનું મૃત્યુ
મગર જોવા પ્રાણી સંગ્રહાલયમાં કેમ જવું ??
ગુજરાતમાં આજથી તમામ વસ્તુઓ મોંઘી
આજથી વેટ, નવી જંત્રી, એન્‍ટ્રીટેકસનો અમલ
ટ્રેનો 200 કી.મીની ઝડપે જોઇએ-ડો.કલામ