મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજથી ધો. 8, 9, 11ની વાર્ષિક પરિક્ષાઓ
ધો. 11 સાયન્‍સના પેપર ગુજરાત બોર્ડ દ્વારા લેવાશે
GR

અમદાવાદ. ગુજરાતમાં આજથી ધો. 8, 9 અને 11માંની વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં ધો. 11 સાયન્‍સના પેપર બોર્ડમાંથી આપશે અને રાજયભરમાં આજથી અંદાજે 15 લાખ વિદ્યાર્થિઓની પરીક્ષા આપશે. સમગ્ર રાજ્‍યમાં બોર્ડની પરીક્ષાઓ પુરી થયા બાદ હાઇસ્‍કુલોની બાકીની પરીક્ષાઓ આજે તા.8 એપ્રિલથી એકસાથે શરૂ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધો.8, 9 અને 11ની પરીક્ષાઓ છેલ્લા વર્ષોથી બોર્ડના સીધા માર્ગદર્શન હેઠળ એકસાથે લેવાય છે. તે અનુસાર આવતીકાલથી સમગ્ર રાજ્‍યમાં શરૂ થતી હાઇસ્‍કુલની પરીક્ષાઓમાં અંદાજે 15 લાખ વિદ્યાર્થિઓ બેસશે. ગત મહિને ધો.10 અને 12ની પરીક્ષાઓ પુરી થતા આ પરીક્ષાઓના પેપરોનો મુલ્‍યાંકન ચાલી રહ્યું છે. તમામ જીલ્લા મથકોએ ઉતરવહીઓના મુલ્‍યાંકન થઇ રહ્યાં છે.

આ દરમિયાન આજે તા.8 એપ્રિલથી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. ધો. 8, 9 અને 11માં સમગ્ર રાજ્‍યમાં અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓ રહેલા છે. આજથી તમામ જીલ્લાઓમાં બોર્ડના માર્ગદર્શન અને દરેક જીલ્લાના શિક્ષણાધિકારીના સુપરવિઝન હેઠળ પરીક્ષાઓનો પ્રારંભ થશે. ધો.11 સાયન્‍સના પ્રશ્રપત્ર દર વર્ષે શિક્ષણ બોર્ડ મોકલે છે. તે અનુસાર 11 સાયન્‍સની પરીક્ષા સંપૂર્ણપણે બોર્ડની પેપર સ્‍ટાઇલ મુજબ લેવામાં આવશે.
રાજકોટ શહેરમાં ધો.8, 9 અને 11ના 60 હજારથી વધુ વિદ્યાર્થી રહેલા છે. ભૂતકાળમાં રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળા સંકુલો મારફત ધો. 8, 9 અને 11ના પ્રશ્રપત્રો કાઢવાની જવાબદારી લીધી હતી. તે વર્ષોમાં તમામ શાળામાં હાઇસ્‍કુલના પેપર કોમન નીકળતા હતા. આથી પરીક્ષાઓ બોર્ડની પધ્‍ધતિ મુજબ લેવાતી હોય તેવું વાતાવરણ ઉભું થયું હતું.

તે દરમિયાન ચારેક વર્ષ અગાઉ આ પરીક્ષાનું એક પ્રશ્રપત્ર ફુટી જવાની ઘટના બની હતી. આથી હવે શાળા સંકુલો આ જવાબદારી ઉપાડતા નથી. હવે દરેક શાળાઓ પોતપોતાની રીતે પ્રશ્રપત્રો કાઢી આ પરીક્ષા લે છે. તા.8 એપ્રિલથી શરૂ થતી આ પરીક્ષાઓ 19 એપ્રિલે પુરી થશે. તે બાદ તા.3 આસપાસ આ પરીક્ષાના પરીણામો શાળાઓ જાહેર કરશે.

તા.5 થી હાઇસ્‍કુલોમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. જો કે શિક્ષકો માટે વેકેશનમાં તાલીમના કાર્યક્રમો આવી ચૂકયા છે. આમ આજથી હાઇસ્‍કુલોમાં પરીક્ષાનો ધમધમાટ શરૂ થશે.
ઘણું બધુ
કચ્છમાં ભૂકંપનો હળવો આંચકો
ગુજરાતમાં 41 સનદી અધિકારીઓની બદલી
સંગીત દુનિયામાં હજુ હું વિધાર્થિની-ઐશ્વર્યા
એસી વર્ષની ડોશી હવસનો શિકાર
ત્રિવેણી સંસ્કૃતિની ત્રિવેણી હેઠળ નવવર્ષ
જબરન કરવા પર માતા-પિતાને સજા